Quantcast
Channel: OHM ॐ AUM-SIVOHM
Viewing all 3594 articles
Browse latest View live

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-86-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-86


ભાગવત રહસ્ય -૪૮૧

$
0
0
મહાભારતના વન-પર્વમાં યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ આવે છે. 
તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો કે –“આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે?” 
ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે-કે-
'અહ્ન્યાનિ ભૂતાની ગચ્છન્તિ યમમંદિરમ,શેષા સ્થિરત્વમિચ્છન્ત્તી કિમાસ્ચર્યમતઃપરમ'.
(દરરોજ સેંકડો જીવો યમરાજને ઘેર જઈ રહ્યા છે,તે જોવા છતાં (તો પણ) બીજા બાકી રહી ગયેલા લોકો તો,એમ જ માને છે કે પોતે મરવાના જ નથી.અને એમ માની દુનિયામાં મનસ્વી રીતે રહે છે.આથી મોટું બીજું શું આશ્ચર્ય હોઈ શકે?)

પાંચમા યોગેશ્વરે ભગવાન નારાયણનું રૂપ બતાવ્યું.તે પછી નિમિરાજા એ કહ્યું કે-
અમને કર્મયોગ વિષે કંઈક કહો.કર્મ,અકર્મ અને વિકર્મમાં મને કંઇ સૂઝ પડતી નથી.  
ત્યારે છઠ્ઠા યોગેશ્વર આવિર્હોત્ર બોલ્યા કે-રાજા તેં કહ્યું છે તે યોગ્ય જ છે.
આ કર્મ,અકર્મ અને વિકર્મનો અર્થ કરવામાં ભલભલા વિદ્વાનો ગૂંચવાય છે.

કર્મમાં અકર્મને જુએ અને અકર્મ માં કર્મને જુએ,એટલે કે,
કર્મ ના ફળમાં આસક્તિ રાખ્યા વગર અનાસકત પણે જે કર્મ કરે છે તે શ્રેષ્ઠ છે.
કર્મ કરો પણ “મા ફલેષુ કદાચન” (ફળ ઉપર આપણો અધિકાર નથી)એમ સમજીને કર્મ કરો.
આ પ્રમાણે કર્મનું રહસ્ય સમજાવ્યું.

સાતમા યોગેશ્વર દ્રુમિલે ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું અને અવતારોની કથા કહી.
આઠમા યોગેશ્વર ચમસે એ ભક્તિહીન પુરુષોની ગતિ નું વર્ણન કર્યું.
નવમા યોગેશ્વર કરભાજને પરમેશ્વરની પૂજાની વિધિઓ બતાવી.

છેવટે નારદજી વસુદેવજીને કહે છે કે-બહુત ગઈ થોડી રહી,સમય થોડો છે ને કામ ઘણું કરવાનું છે,
શ્રીકૃષ્ણ મારો દીકરો છે તેવી ભાવના ના રાખો,એ તો સાક્ષાત પરમાત્મા છે.

આ બાજુ દેવોએ ભગવાન પાસે આવી પ્રાર્થના કરી કે-પ્રભો આપ સ્વધામમાં પધારો.
ત્યારે પ્રભુ એ કહ્યું કે-મારે પણ હવે પૃથ્વીનો ત્યાગ કરવો છે.

દ્વારકામાં મોટા મોટા અપશુકનો થવા લાગ્યા.વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા.ત્યારે પ્રભુએ તેઓને કહ્યું કે-
આપણને ઋષિઓનો શાપ થયો છે.હવે અહીં રહેવું ઇષ્ટ નથી.માટે આપણે પ્રભાસક્ષેત્રમાં જઈએ.

આ સાંભળી સર્વે પ્રભાસ જવાની તૈયારી કરવા લાગ્યા.
ઉદ્ધવે આ વાત સાંભળી,એટલે ઉદ્ધવજી સમજી ગયા છે કે-યાદવોનો સંહાર કરી,ભગવાન આ લોકોનો પરિત્યાગ કરશે.ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે-
હું આપની શરણમાં આવ્યો છું.તમારા વિરહમાં હું કેવી રીતે જીવી શકીશ?
તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ.

ત્યારે ભગવાન કહે છે કે-ઉદ્ધવ તું સાથે આવ્યો નથી તો તને સાથે ક્યાંથી લઇ જાઉં ?
ઉદ્ધવ હું તને માર્ગદર્શન કરીશ.
આમ કહી ભગવાન શ્રી કૃષ્ણે - ઉદ્ધવ ને ઉપદેશ આપ્યો. મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા"પણ કહે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE

ભાગવત રહસ્ય -૪૮૨ (ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

$
0
0
ભગવાન શ્રીકૃષ્ણે હવે ઉદ્ધવને ટૂંકાણમાં જ્ઞાનનો ઉપદેશ કરે છે.(મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા"પણ કહે છે) સાંદીપની ગુરૂ એ જે દક્ષિણા માગેલી –કે “જ્ઞાન કોઈ યોગ્ય વ્યક્તિ ને આપી આગળ વધારજે” આજે તેમણે તે આજ્ઞા પુરી કરીને સ્વધામ જતાં પહેલાં જ્ઞાન ઉદ્ધવને આપી ને ગયા છે.શ્રીકૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ,આ બધો માયાનો ખેલ છે.
ભ્રમ છે,સંસાર અસત્ય છે અને માત્ર આત્મા જ સત્ય છે.

એમ કહી તેમણે ત્યાગ-સંન્યાસનો ઉપદેશ આપ્યો.
ઉદ્ધવ કહે છે કે-ત્યાગનો માર્ગ મુશ્કેલ છે મને કોઈ સહેલો માર્ગ બતાવો.મને જ્ઞાન આપો,કૃપા કરો.
ત્યારે ભગવાન કહે છે કે-ઉદ્ધવ,મેં તારા પર કૃપા કરેલી જ છે,મનુષ્ય જન્મ આપ્યો તે શું ઓછી કૃપા છે?
હવે તું જ તારા પર કૃપા કરજે.”આત્મ” કૃપા વગર ઈશકૃપા સફળ થતી નથી.
ઉદ્ધવ, તારી જાતનો ઉદ્ધાર તું જાતે જ કરજે.તું જ તારો ગુરૂ થા.”આત્મનો ગુરુરાત્મૈવ”

આત્મા જ આત્માનો ગુરૂ છે.
ઈશ્વરે તો મનુષ્ય નો જન્મ આપીને કૃપા કરી જ છે,પણ હવે જીવે પોતે પોતાની પર કૃપા કરવાની છે.
જીવનનું એક લક્ષ્ય નકકી કરી તેને માટે સાધન કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે.
ઘણાને તો જીવનના લક્ષ્યની જ ખબર નથી.
માનવજીવનનું લક્ષ્ય છે પરમાત્માને પ્રાપ્ત કરવાનું.પ્રભુનું ભજન કરવામાં આવે તો પ્રભુ મળે છે જ.

પ્રભુ કહે છે કે-ઉદ્ધવ,હવે એવો સંકલ્પ કર કે મેં સંસારનો બહુ અનુભવ કર્યો,હવે આ જન્મમાં મારે
આત્મ-સ્વ-રૂપ પરમાત્માના દર્શન કરવા છે.આ જન્મમાં જ મારે પરમાત્માના ચરણોમાં જવું છે.
હવે ભયંકર કલિકાલ આવશે.વિધિપૂર્વક કર્મ થશે નહિ.ભવિષ્યમાં મનુષ્ય જન્મ મળે તો પણ સંગનો દોષ લાગશે.ઉદ્ધવ તું જ તારો ગુરૂ છે,તને તારી જાત પર લાગણી ના થાય ત્યાં સુધી બીજા ને તારા પર કેમ 
લાગણી  થાય? ઉદ્ધવ,અંદરની લાગણી ન થાય ત્યાં સુધી જીવન સુધરતું નથી.માટે તું જ તારો પોતાનો 
ગુરૂ થઇ જીવન સુધારવાનો પ્રયત્ન કર.
ઉદ્ધવ,પરમાત્મા (આત્મા)  સિવાય જે પણ દેખાય છે તેને તું મિથ્યા માન.
તારું હું ધન માગતો નથી,પણ તારું મન માગું છું.સર્વમાં એક ઈશ્વરના દર્શન કરજે.

ઉદ્ધવ કહે છે કે-પ્રભુ, મને આત્મ-તત્વનો ઉપદેશ કરો.આપના વગર કોણ તે ઉપદેશ કરી શકશે?
ત્યારે ભગવાન કહે છે કે-અનેક પ્રકારનાં શરીરો નું મેં નિર્માણ કર્યું છે.પરંતુ તે બધામાં મને માનવ શરીર
અત્યંત પ્રિય છે.આ મનુષ્ય-શરીરમાં એકાગ્રચિત્ત વાળો પુરુષ ઈશ્વરનો સાક્ષાત અનુભવ કરી શકે છે.

આ સંબંધ માં એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે.
એ અવધૂત દત્તાત્રેય અને યદુરાજાના સંવાદના રૂપમાં છે.
ઉદ્ધવ,આવા પ્રશ્નો યદુરાજા એ શ્રી દત્તાત્રેયને કરેલા.
યદુરાજાએ ત્રિકાલદર્શી અવધૂત બ્રાહ્મણ (દત્તાત્રેય) ને સહ્યાદ્રી પર્વતની તળેટીમાં નિર્ભય વિચરતાં જોયા.

ત્યારે યદુરાજા એ તેમને પ્રશ્ન કર્યો કે-આપનું શરીર પૂર્ણ છે તેવું મારું પણ નથી.હું જોઉં છું કે સંસારના મોટા ભાગના લોક કામ અને લોભ ના દાવાનળમાં બળી રહ્યા છે,પરંતુ તે આપને અસર કરતા નથી.
આપ મુક્ત છે,અને આપના સ્વરૂપમાં કેવળ સ્થિર રહો છે.આપને આપના આત્મામાં અનિર્વચનીય
આનંદનો અનુભવ શી રીતે થાય છે?આપની પાસે શું કીમિયો છે?

      PREVIOUS PAGE
     NEXT PAGE

Garuda Puran Gujarati-PDF

ભાગવત રહસ્ય -૪૮૩-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

$
0
0
યદુરાજાના પ્રશ્નનો જવાબ આપતાં દત્તાત્રેય કહે છે કે-રાજન,આનંદ બહાર નથી,આનંદ કોઈ વિષયોમાં નથી,પણ આનંદ અંદર છે. હું “હું” પણાને ભૂલી ગયો છું.જગતના વિષયો માંથી દૃષ્ટિ હટાવીને મેં દૃષ્ટિને અંતર્મુખ કરી છે. હું મારા સ્વ-રૂપમાં સ્થિત છું.પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં આનંદ માનુ છું.મેં મારી દૃષ્ટિને ગુણમયી બનાવી છે,હું સર્વના ગુણ જોઉં છું.

દીક્ષા-ગુરૂ એક હોય છે પણ શિક્ષા-ગુરૂ અનેક હોઈ શકે છે.મેં એક નહિ પણ ચોવીસ ગુરૂ કરેલા છે.
આ મને જે જ્ઞાન મળ્યું છે તે મારા અનેક ગુરુઓ પાસેથી મળ્યું છે.દરેકમાંથી  કોઈને કોઈ ઉપદેશ
મળે છે. મારા ગુરુઓ ના નામ તારે જાણવાં હોય તો સાંભળ.

(૧) ધરતી-પાસે થી -ખૂબ સહન કરવું-તેવો બોધ લીધો.
(૨) વાયુ-પાસેથી -સંતોષ અને અસંગપણા –નો બોધ લીધો.
(૩) આકાશ-પાસેથી-આકાશની જેમ ઈશ્વર પણ સર્વવ્યાપક છે-
અને તેની જેમ આત્મા કોઈથી લેપાતો નથી તેવો બોધ લીધો.
(૪) જળ-પાસેથી-શીતળતા અને મધુરતાનો બોધ લીધો.

(૫) અગ્નિ-પાસેથી –પવિત્રતા –નો બોધ લીધો-વિવેકરૂપી અગ્નિ જો હૈયામાં પ્રગટે તો પાપ આવવા દે નહિ.
(૬) ચંદ્ર-  પાસેથી –સમતા –નો બોધ લીધો-વૃદ્ધિ-હ્રાસ સર્વ શરીર ની અવસ્થામાં સમતા નો બોધ.
(૭)સૂર્ય-પાસેથી પરોપકાર અને નિરાભિમાની પણા –નો બોધ લીધો.
(૮)હોલા-કબૂતર-ના પ્રસંગપરથી-કોઈ વસ્તુ-વિષય-કે વ્યક્તિમાં અતિ મમતા કે આસક્તિ રાખવી નહિ-
નો  બોધ લીધો.હોલો પત્ની-પુત્રની આશક્તિને કારણે પોતે પણ વિલાપ કરતો નાશ પામ્યો.કોઈના મરણ પાછળ રડનારો એક દિવસ પોતે પણ જવાનો જ છે તો તેને પોતાના માટે રડવું જોઈએ
અને ચેતી જઈ પોતે પોતાનું હિત સાધવા પ્રયત્ન કરવો.

(૯) અજગર- પાસેથી-પ્રારબ્ધ અનુસાર જે કાંઇ મળે તેમાં સંતોષ રાખવાનો-બોધ લીધો.
(૧૦)સમુદ્ર-પાસેથી –ભોગો મળે તો હરખાવું નહિ અને ના મળે તો સંતાપ કરવો નહિ-તેવો બોધ લીધો.
(૧૧) પતંગિયા-પાસેથી-જેમ તે અગ્નિ નારૂપ (વિષય) થી મોહિત થઇ તેમાં પડે છે અને નાશ પામે છે તેમ-માયા ના “રૂપ” થી મોહિત થઇ તેમાં નહી ફસાવા નો બોધ લીધો.(માત્ર શ્રીકૃષ્ણ જ સુંદર છે)
(૧૨) ભ્રમર- (મધુકૃત)પાસેથી-સર્વ માંથી સાર ગ્રહણ કરવો પણ ભ્રમરની જેમ એક કમળમાં (ગંધ-સુગંધ)
જ આશક્તિ રાખવી નહિ તેવો બોધ લીધો.

કમળની ગંધ (વિષય) થી લોભાઈ, ભ્રમર-હમણાં અહીંથી ઉડી જઈશ,થોડીવાર વધુ મજા લઇ લેવા દે.
એમ વિચાર કરતો રહે છે,અને સાંજ પડે કમળનાં પાનાં બીડાઈ ગયા.અને ભ્રમર કમળમાં પુરાઈ જાય છે.
ભ્રમર માં લાકડું કોતરવાની શક્તિ છે પણ કમળમાં પુરાઈ ગયેલો ભ્રમર,કમળની આશક્તિને લીધે કમળને ખોતરીને બહાર આવતો નથી.સવાર થશે ત્યારે કમળમાંથી બહાર નીકળીશ તેમ વિચારે છે.
ત્યાં તો હાથીએ પગ તળે કમળને કચડી નાખ્યું ને ભ્રમર મરણને શરણ થાય છે.

તેવી જ રીતે મનુષ્ય ધારે તો નરનો નારાયણ થઇ શકે છે,તેનામાં ત્યાગ કરવા વગેરેની અપાર શક્તિ છે,
પણ આસક્તિને લીધે તે માયાનો ત્યાગ કરી શકતો નથી,વિષયોમાં (અહીં ગંધ-નો વિષય) ફસાયેલો તે વિષયસુખનું ચિંતન કરતો કરતો નાશ પામે છે,અને પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી.

મધુકૃત ના બે અર્થ થાય છે. એક ભ્રમર અને બીજો મધમાખી.
જો મધમાખી એવો અર્થ કરીએ તો-મધમાખી પાસેથી કોઈ વસ્તુનો અતિ સંગ્રહ નહિ કરવો તેવો બોધ છે. મધમાખી મધનો સંગ્રહ કરે છે અને તે મધ માટે લોકો તેનો નાશ કરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE

ભાગવત રહસ્ય -૪૮૪-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

$
0
0
દત્તાત્રેય તેમના ગુરુઓ વિષે આગળ કહે છે.કે-
(૧૩) હાથી-પાસેથી સ્પર્શ-સુખ (વિષય)ની લાલચ થી પોતાનો કેવી રીતે નાશ થાય છે તેનો બોધ.હાથીને પકડનારા એક મોટો ખાડો ખોદીને તે ખાડો ડાળી-પાંદડાં વડે ઢાંકે છે ને ઉપર એક સજીવ લાગે તેવી લાકડાની હાથણી રાખે છે.હાથી આ લાકડાની હાથણીને સાચી સમજી તેને સ્પર્શ કરવા આવે છે અને ખાડામાં પડે છે.અને પકડાઈ જાય છે.આથી જ -શાસ્ત્રોમાં સાધક-કે સંન્યાસીએ લાકડાની બનાવેલી સ્ત્રીની પૂતળીને પગથી પણ સ્પર્શ ના કરવો તેવી આજ્ઞા આપી છે.

(૧૪) પારધી-પાસેથી –જેમ પારધી મધમાખીઓનું એકઠું કરેલ મધ લઇ જાય છે-તેમ યોગી ઉદ્યમ વગર જ
ભોગ મેળવી શકે અને ધનનો સંગ્રહ ના કરતાં તેનું દાન દેવું.તેવો બોધ લીધો.
(૧૫)હરણ-પાસેથી –શ્રવણસુખ (વિષય) ની લાલચથી પોતાનો નાશ થાય છે તેવો બોધ.
શિકારીના સંગીત થી મોહિત થઇ હરણ તેના તરફ દોડે છે અને જાળમાં પડી બંધાઈ જાય છે.
(૧૬) માછલી–પાસેથી-રસ-સુખ (જીભ-વિષય) ની લાલચથી પોતાનો નાશ થાય છે તેવો બોધ લીધો.
જીભના સ્વાદની લાલચે માછલી લોઢાના આંકડામાં રાખેલ માંસનો ટુકડો ખાવા દોડે છે 
ને આંકડામાં ફસાઈને મૃત્યુ પામે છે. આ લૂલી (જીભ) મનુષ્યોને બેહાલ કરે છે.

ઉપર પ્રમાણે ટૂંકમાં પાંચ વિષયોની કથા કહી છે તેમ પણ કહી શકાય.
--આંખનો વિષય છે-રૂપ.રૂપ (અગ્નિ) ના સુખની ઈચ્છાથી પતંગિયાનો નાશ થાય છે.
--નાકનો વિષય છે –ગંધ, ગંધ (કમળની સુગંધ)ની ઈચ્છાથી ભ્રમર નો નાશ થાય છે.
--ચામડીનો વિષય છે-સ્પર્શ. સ્પર્શની ઈચ્છાથી હાથીનો નાશ થાય છે.
--કાનનો વિષય છેશ્રવણ.શ્રવણની ઈચ્છાથી હરણનો નાશ થાય છે.
--જીભનો વિષય છે રસ. રસની ઈચ્છાથી માછલીનો નાશ થાય છે.

આ પ્રમાણે ઉપરનાં પ્રાણીઓ માત્ર એક જ વિષયને ભોગવવા જાય છે અને તેમનો નાશ થાય છે તો-
મનુષ્યમાં તો પાંચે વિષયો ભોગવવાની શક્તિ છે.અને જો તે પાંચે ય વિષયોને ભોગવે તો-
તેના શું હાલ થાય તે વિષે કાંઇક પણ કહેવાની જરૂર નથી.

દત્તાત્રેય કહે છે કે-રાજા તને વધુ શું કહું?મેં તો વેશ્યા ને પણ મારી ગુરૂ બનાવી છે.
રાજા કહે છે કે-વેશ્યા પણ તમારી ગુરૂ? તે કેવી રીતે સંભવે? તેની કથા કહો.
(૧૭) વેશ્યા-પાસેથી કામસુખમાં શાંતિ નથી અને કામસુખ ભોગવવાની ઈચ્છા તે મોટામાં મોટું દુઃખ છે
તે બોધ લીધો.પિંગલા નામે એક વેશ્યા હતી.કોઈ એક ધનવાન હજુ આવી ચડે તો મને પૈસા મળે –
તેવી આશાથી તે જાગરણ કરે છે.તેવામાં તેના મન માં વિચાર આવે છે કે-કામી મનુષ્યની આશા રાખી 
હું જાગું છું તેના કરતાં પ્રભુ માટે હું જાગી હોત-તેમની આશા રાખી હોત  તો મને પ્રભુ મળત,
મારો બેડો પાર થાત.હવે તુચ્છ પુરુષોને રીઝવવાનો નહિ પણ પરમાત્માને રીઝવવાનો પ્રયત્ન કરીશ. 
કાળ રૂપી સર્પનો કોળિયો બનેલા આ જીવનું રક્ષણ કરનાર પરમાત્મા સિવાય બીજો કોઈ સમર્થ નથી.
તે,તે રાત્રિએ જાર પુરુષોની આશા ત્યજીને શાંતિથી સૂઈ ગઈ.
આ દુનિયામાં આશા એ પરમ દુઃખ છે અને કોઈ સુખની આશા  ના રાખવી (નિર-આશા) તે પરમ સુખ છે.

આ આશાની બેડી મનુષ્યને કેટલી હદ સુધી જકડાવી રાખે છે તેનું વર્ણન કરતાં શંકરાચાર્ય કહે છે-કે-
શરીર ગળી ગયું છે,માથે પળિયાં આવ્યા છે,મોઢું દાંત વગરનું થઇ ગયું છે,વૃદ્ધાવસ્થા ને કારણે લાકડી 
લઇ ચાલવું પડે છે,તેમ છતાં ડોસો આશાનો લોચો છોડતો નથી.
આ ડોસાની જેમ,ના કરતાં સર્વ છોડીને શ્રી ગોવિંદને ભજવા લાગી જજો.(ભજ ગોવિન્દમ-સ્તોત્ર)

      PREVIOUS PAGE
     NEXT PAGE

ભાગવત રહસ્ય -૪૮૫-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

$
0
0
(૧૮) ટીટોડા (કુરર) પક્ષી-પાસેથી-કોઈ વસ્તુનો સંગ્રહ ના કરવાનો બોધ લીધો.
અતિ સંગ્રહથી વિગ્રહ થાય છે.સંગ્રહનો ત્યાગ એ સુખદાયી છે.
(૧૯) બાળક-પાસેથી-નિર્દોષતાનો બોધ લીધો.
(૨૦)કુમારી કન્યા-પાસેથી- એકાંતવાસનો બોધ લીધો.
એક કુમારી કન્યા હતી.બહારગામથી તેનું માગું કરવા પરોણાઓ આવ્યા.ઘરમાં ચોખા નહોતા.તેથી તે ડાંગર ખાંડવા લાગી.ખાંડતા પહેલાં તેણે તેના હાથમાં બંગડીઓ હતી તે  એક –એક બંગડી રાખી બાકીની બધી ઉતારી નાંખી.કારણ કે-જો ખાંડતી વખતે બંગડીઓનો અવાજ થાય અને મહેમાન તે સાંભળે તો તેઓને જાણ થઇ જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી અને તેમની ગરીબી જાહેર થઇ જાય.જો હાથમાં જો એક જ બંગડી હોય તો તેનો અવાજ ક્યાંથી થાય તેમ વસ્તીમાં રહેવાથી,કજિયા-કંકાશ થાય માટે સાધુઓએ એકાંતવાસકરવો જોઈએ.

(૨૧)લુહાર-બાણ બનાવનાર લુહાર પાસેથી- તન્મયતા તો બોધ લીધો.
એક લુહાર બાણ બનાવતો હતો,અને તે પોતાના કાર્યમાં એટલો મગ્ન થયો હતો કે રાજાની સવારી
વાજ્તે ગાજતે પસાર થઇ ગઈ પણ તેણે કાંઇ ખબર પડી નહિ.ઈશ્વરની આરાધના 
આવી તન્મયતા વગર સિદ્ધ થાય નહી.ધ્યાતા,ધ્યાન અને ધ્યેય એક બને ત્યારે જીવ કૃતાર્થ થાય છે.
(૨૨) સર્પ-પાસેથી એકલા રહેવું અને ફરતા રહેવું એવો બોધ લીધો.
(૨૩)કરોળિયા-પાસેથી –ઈશ્વર કરોળિયાની જેમ માયાથી સૃષ્ટિ રચે છે અને તેનો સંહાર કરે છે 
તેવો બોધ લીધો. કરોળિયો પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરી રમત રમે છે,જાળ બનાવે છે.
અને છેલ્લે તે પોતાની લાળ ગળી જાય છે.

(૨૪) ઈયળ-પાસેથી -જો કેવળ ઈશ્વર પર જ મન એકાગ્ર કરવામાં આવે તો 
પોતે ઈશ્વર-રૂપ બની જાય છે તેવો બોધ લીધો.
ભમરી ઈયળને પકડી લાવી દરમાં પૂરે છે અને વારંવાર ઈયળને ડંખ મારે છે.ને દરમાં પુરી બહાર જાય  છે. 
ઈયળને ભમરીનો ડર લાગે છે કે હમણાં ભમરી ફરી આવશે અને ડંખ મારશે,
આમ ઈયળ ભમરીના ડરથી અને ભમરીનું સતત ચિંતન કરતાં કરતાં અંતે ભમરી બની જાય છે.
અહીં ઈયર મરી ને ભમરી થાય છે તેવું નથી,પણ ભમરીનું ચિંતન કરતાં તે ભમરી બની જાય છે.
તેમ જીવ પણ અનેક દુઃખો સહન કરતા ઈશ્વરનું સતત ધ્યાન રાખે તો,તે ઈશ્વર ના સ્વ-રૂપ ને પ્રાપ્ત થાય છે.
મન વિષયોનું ચિંતન કરે તો તેમાં ફસાય પણ પ્રભુનું ચિંતન કરે તો મન પ્રભુમાં મળી જાય છે.

યદુરાજા,ગુરૂ દત્તાત્રેયના ચરણો માં સાષ્ટાંગ પ્રણામ કરે છે.

તે પછી શ્રીકૃષ્ણ ઉદ્ધવ ને બંધન અને મોક્ષ નું સ્વરૂપ સમજાવે છે.
બંધન અને મોક્ષ એ મનના ધર્મો છે.
હે ઉદ્ધવ,આ જીવ મારો જ અંશ છે,તેમ છતાં અવિદ્યાથી (અજ્ઞાનથી) તેને બંધન થાય છે.
અને જ્ઞાનથી મોક્ષ.આત્મા તો સદા મુક્ત જ છે.
આત્મ-જ્ઞાન વગરના બંધાયેલા છે અને આત્મ-જ્ઞાનવાળા તો સદા  મુક્ત છે
જે પુરુષની પ્રાણ,ઇન્દ્રિય,મન તથા બુદ્ધિ ની વૃત્તિઓ સંકલ્પ રહિત થયેલી હોય છે.
તે દેહમાં રહેલો હોવા છતાં,દેહના ગુણોથી મુક્ત જ છે.દેહ-સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.

તે પછી શ્રીકૃષ્ણે ઉદ્ધવને સાધુ-પુરુષોના લક્ષણો બતાવ્યા,ભક્તિના લક્ષણો બતાવ્યાં.
સત્સંગનો મહિમા વર્ણવ્યો.વૃત્રાસુર,પ્રહલાદ,બલિરાજ,વિભીષણ,સુગ્રીવ,હનુમાન,કુબ્જા,
વ્રજની ગોપીઓ –વગેરે સત્સંગથી જ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા હતા.
તેઓ વેદો જાણતા નહોતા,કે કોઈ વ્રત કે તપશ્ચર્યા કરી નહોતી પણ સત્સંગના પ્રતાપે પ્રભુને પામ્યા.

      PREVIOUS PAGE
     NEXT PAGE

ભાગવત રહસ્ય -૪૮૬-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

$
0
0
ઉદ્ધવને સત્સંગનો મહિમા બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે-જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યમાં આગળ વધેલા હોય એવા મહાપુરુષનો સત્સંગ કર.સંતોના સત્સંગથી મનુષ્ય અને પ્રાણીઓના જીવન પણ સુધરે છે.વૈષ્ણવના ઘરનો પોપટ,પ્રભુનું નામ બોલે છે અને કસાઈના ઘરનો પોપટ ગાળો બોલે છે.કુસંગથી મનુષ્ય બગડે છે.મનુષ્ય સમાજમાં 
રહી મનુષ્ય થવું સહેલું છે,પણ બ્રહ્મ-જ્ઞાની થવું કઠણ છે.

પછી સંસાર-વૃક્ષનું વર્ણન કર્યું છે.
સંસારવૃક્ષના બે બીજ છે.પુણ્ય અને પાપ.અગણિત વાસનાઓ તેનાં મૂળિયાં છે.
ત્રણ ગુણો સત્વ,રજસ અને તમસ તેનાં થડ છે.ઇન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે.વિષયોરૂપી રસ છે.
સુખ-દુઃખ તેનાં બે ફળ છે.

વિષયોમાં ફસાયેલો રહેલો ભોગી  છે તે દુઃખ ભોગવે છે,વિવેકી યોગી પરમહંસો સુખ ભોગવે છે.
ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે-મનુષ્યો જાણે છે કે-વિષયો દુઃખ-રૂપ છે,તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે?
વિષયો મનમાં જાય છે કે મન વિષયોમાં જાય છે ?

શ્રીકૃષ્ણ કહે છે કે-આ “રજોગુણી મન” મનુષ્યોને વિષયોમાં ફસાવે છે.
પ્રથમ મન વિષયોમાં જાય છે,તે વિષયોનો આકાર મન ધારણ કરે છે.ને વિષયો મનમાં વિરાજે છે.
એટલે કે મન તે વિષયાકર થાય છે, જે જીવ ને દુઃખ આપે છે,જીવ ને બાંધે છે.
બહારનો  સંસાર દુઃખ આપતો નથી.પણ મનમાં રહેલો સંસાર દુઃખ આપે છે.
સંસાર છોડીને ક્યાં જવાનું? સંસારને છોડવાનો નથી,સંસારને મનમાંથી કાઢવાનો છે.

વિષયોનું ચિંતન બાધક છે,ઈશ્વરનું સ્મરણ ના થાય તો વાંધો નહિ પણ વિષયોનું ચિંતન કરીશ નહિ.
મનને વિષયોમાં જતું અટકાવી,વશ કરી ઈશ્વરમાં સ્થાપીને એકાગ્ર કરવું તે જ યોગ છે.
ઉદ્ધવ,કલ્યાણનાં અનેક સાધનો છે,
કર્મ,યશ,સત્ય,દમ,શમ,ઐશ્વર્ય.યજ્ઞ,તપ,સાન,વ્રત,નિયમ,યમ,વગેરે.પણ સર્વથી શ્રેષ્ઠ છે,ભક્તિ.
યોગ,સાંખ્ય,વિજ્ઞાન (જ્ઞાન-વિજ્ઞાન)ધર્મ,વેદાધ્યયન,તપ,ત્યાગ એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે એટલા
સમર્થ નથી જેટલી અનન્ય પ્રેમ-મયી ભક્તિ છે.(૧૧-૧૪-૨૦)
આમ ભક્તિ યોગની મહત્તા બતાવી.તે પછી ધ્યાનયોગની મહત્તા બતાવી.

ઉદ્ધવ,ચિત્તને કોઈ ધારણા કરી કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવું અને સતત તેને તે જગ્યાએ લાંબા સમય
સુધી ત્યાં ટકાવી રાખવું તેને ધ્યાન કહે છે.ધ્યાન કરતાં કરતાં ધ્યાન કરનાર (ધ્યાતા) ધ્યેય (ઈશ્વર) માં મળી 
જાય છે.ઈશ્વરમાં તન્મય થયેલાને શરીર નું ભાન રહેતું નથી.
પરમાત્માનું ધ્યાન કરતા જેને તન્મયતા થઇ છે તેનામાં પરમાત્માની શક્તિઆવે છે.

ભક્તિથી સિદ્ધિઓ મળે છે,પણ તે સિદ્ધિઓથી દૂર રહેવું.સિદ્ધીનો ઉપયોગ કરવાથી પ્રસિદ્ધિ મળે છે.
તે પછી સાધન બરાબર થઇ શકતું નથી.પ્રભુ ભજનમાં વિક્ષેપ થાય છે.
ગૃહસ્થને માયા જેમ સંસારમાં ફસાવે છે તેમ સાધુઓને માયા સિદ્ધિઓમાં ફસાવે છે.
વ્યર્થ સિદ્ધિઓની પ્રશંસા અને ભાષણો કરાવડાવે છે,
ઉદ્ધવ,વ્યર્થ ભાષણ કરવું નહિ,તું વાણીને તોળીતોળીને બોલજે.સિદ્ધિઓમાં ફસાઈશ નહિ.


      PREVIOUS PAGE
     NEXT PAGE

ભાગવત રહસ્ય -૪૮૭-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

$
0
0
તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને 
ચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા.ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ એટલે શું? બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે શમ છે.
દમ એટલે શું? ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે.
દાન કોને કહેવાય ? કોઈ પણ પ્રાણીનો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
આ જગતમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્માના આધારે છે,તેવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ ના કરવો.જગતના કોઈ જીવ ને હલકો ગણવો નહિ કે તેની પ્રત્યે કુભાવ રાખવો નહિ.પ્રત્યેકને સદભાવ 
અને સમભાવથી જોવા તે મોટામાં મોટું દાન છે.

તપ કોને કહેવાય? સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે.
શૌર્ય કોને કહેવાય?વાસનાને જીતવી તે શૌર્ય છે.સ્વભાવ પર વિજય મેળવવો તે શૌર્ય છે.
સત્ય કોને કહેવાય?બ્રહ્મનો વિચાર કરવો તે સત્ય છે.
સાચું ધન કયું? ધર્મ (સ્વ-ધર્મ) એ જ મનુષ્યનું ઉત્તમ ધન છે.
લાભ કયો?પરમાત્માની ભક્તિ મળવી તે ઉત્તમ લાભ છે.

પંડિત કોણ? બંધન અને મોક્ષનું તત્વ જાણે તે પંડિત.જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે તે સાચો જ્ઞાની-પંડિત.
મૂર્ખ કોણ?શરીરને જે આત્મા માને છે તે મૂર્ખ છે.ઇન્દ્રિય સુખમાં ફસાયેલો તે અજ્ઞાની મૂર્ખ છે.
ધનવાન કોણ? ગુણોથી સંપન્ન અને સંતોષી -તે ધનવાન.
દરિદ્ર કોણ? જે અસંતોષી છે –તે ગરીબ છે. જે મળ્યું છે તે જેને ઓછું લાગે છે ગરીબ છે.
જીવ કોણ? માયાને આધીન થયો છે તે જીવ.સંસારના વિષયોમાં ફસાયેલો અને ઇન્દ્રિયોનો ગુલામ છે તે.
વીર કોણ? અંદરના શત્રુઓ (વિષયો) ને મારે તે વીર.
સ્વર્ગ શું અને નર્ક શું?  અભિમાન મારે અને સત્વગુણ વધે,પરોપકારની ઈચ્છા થાય,તો સમજવું કે –
તે સ્વર્ગમાં છે.આળસ,નિંદ્રા ને ભોગમાં સમય જાય તો સમજવું કે તે નર્કમાં છે.

શ્રીકૃષ્ણ કહે છે –કે-હે ઉદ્ધવ,મનુષ્યોનું કલ્યાણ કરવાના હેતુથી મેં ત્રણ ઉપાયો (માર્ગો) કહ્યા છે.
(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) ભક્તિયોગ
મનુષ્ય શરીર જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે.તેથી તે શ્રેષ્ઠ છે.સર્વ ફળોનું મૂળ છે.
કરોડો ઉપાયોથી પામવું અશક્ય એવું શરીર દૈવ-યોગે મળ્યું છે.
છતાં જે મનુષ્ય આ માનવ-દેહ રૂપી નૌકા પામીને પણ ભવસાગર તરવાનો પ્રયત્ન ના કરે તે
પોતે જ પોતાનો નાશ કરનારો છે.તે આત્મ-હત્યારો છે.

હે ઉદ્ધવ,આ અખિલ વિશ્વમાં હું (ઈશ્વર) સર્વવ્યાપી તરીકે રહેલો છું,એવી ભાવના કરજે અને રાખજે.
ભક્તિથી એ પ્રમાણે સર્વના આત્મા-રૂપ મારું દર્શન થતાં મનુષ્યના અહંકારની ગાંઠ છૂટી જાય છે.
એના સર્વ સંશયો છેદાઈ જાય છે અને સર્વ કર્મો પણ નાશ પામે છે.

તે પછી ઉદ્ધવ ને આજ્ઞા કરી છે કે-જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઇશ નહિ અને નિંદા કરે તો
નારાજ થઇશ નહિ.નિંદા ને સ્તુતિને સમાન ગણજે. મનને શાંત રાખજે.
તારે પણ કોઈની સ્તુતિ કે નિંદા કરવી નહિ. સૂર્યનારાયણને આ બાબતમાં ગુરૂ કરજે.
તેઓ જાણે છે કે-સજજન કોણ છે?અને દુર્જન કોણ છે?પણ મોઢેથી કશું બોલતા નથી.
તેમ તું પણ મોઢેથી કશું બોલીશ નહિ.

પછી ઉદ્ધવને ભિક્ષુ-ગીતાનો ઉપદેશ કર્યો. સંસાર મનથી ઉત્પન્ન થાય છે.
મનની કલ્પનાથી જ મન ને સુખ-દુઃખ થાય છે.નિંદ્રામાં જેવું મન થાય તેવું જાગૃતિમાં રહે તો –મુક્તિ છે.
ભિક્ષુએ ગાયું-કે-
મનુષ્ય ને ધન મેળવવામાં,મેળવેલું ધન વધારવામાં,મેળવેલું ધન વાપરવામાં,ધનનું રક્ષણ કરવામાં-
વગેરેમાં પરિશ્રમ,ત્રાસ,ચિંતા વગેરે થાય છે,તેમ છતાં લોકો ધનની પાછળ જ પડે છે,
ધન દરેક રીતે મનુષ્યને ત્રાસ આપે છે છતાં મનુષ્યને વિવેક નથી.

રાજા પુરુરવા અને ઉર્વશીના દૃષ્ટાંત દ્વારા સ્ત્રીના સતત સંગથી મનુષ્ય ની કેવી દશા થાય છે તે બતાવ્યું.
દુષ્ટોની સંગતિથી માણસની અધોગતિ અને સત્સંગથી માણસની ઉર્ધ્વગતિ થાય છે-તે બતાવ્યું.

ઐલગીતામાં આ દેહ કોનો છે?વગેરે ચર્ચા કરી. આ દેહ માંસ,હાડકાંથી ભરેલો અને દુર્ગંધ યુક્ત છે.
આવા દેહના સુખમાં રચ્યો પાચ્યો રહેતો મનુષ્ય કીડા કરતાં પણ હલકો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-87-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-87

ભાગવત રહસ્ય -૪૮૮-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

$
0
0
છેવટે ઉદ્ધવ શ્રીકૃષ્ણને પૂછે છે કે-આપે યોગમાર્ગ,ભક્તિમાર્ગ,જ્ઞાનમાર્ગ વગેરેનો ઉપદેશ આપ્યો પરંતુ જે પોતાના મનને વશ કરી શકે તેને જ આ યોગમાર્ગ સિદ્ધ થાય છે.અને આ માંકડા જેવા મનને વશ કરવું દુષ્કર છે.માટે જે મનુષ્યો મનને વશ
ના કરી શકે,તે,સિદ્ધિને સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવો.

ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે-અર્જુને પણ મને આ જ પ્રશ્ન કરેલો.મન ને વશ કરવું કપરું છે 
પણ-અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ થઇ શકે છે.પરંતુ એ બધી ખટપટમાં ના પડવું હોય તો-
મને (ઈશ્વરને) પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ મારી (ઈશ્વરની) અવ્યભિચારી (અનન્ય) ભક્તિનો છે.
અને ભક્તિવાળો પુરુષ અનાયાસે જ્ઞાનવાળો,બુદ્ધિવાળો,વિવેકવાળો અને ચતુર બને છે.
અને અંતે મને (ઈશ્વરને) પ્રાપ્ત કરે છે.

ભક્તિ સ્વતંત્ર છે,તેને કોઈ અવલંબનની કે ક્રિયાકાંડની જરૂર પડતી નથી.તેને આધીન સર્વ છે.
જ્ઞાની હોય તેને પણ ઉપાસના માર્ગની જરૂર છે.અને કર્મયોગી ને પણ ઉપાસના માર્ગની જરૂર પડે છે.
જ્ઞાનયોગ અને કર્મયોગ માં આ ભક્તિયોગ મળે તો જ તે મુક્તિદાયક બને છે.અન્યથા નહિ.

જે મનુષ્ય સર્વ કર્મો ત્યજીને મને (ઈશ્વરને) પોતાનો આત્મા અર્પણ કરી દે છે,ત્યારે તેને સર્વોત્કૃષ્ટ 
બનાવવાની મને ઈચ્છા થાય છે.તે પછી  તેઓ મારી પોતાની સાથે એક થવાને યોગ્ય બને છે.અને
અંતે મોક્ષપણાને પામે છે.

ઉદ્ધવ ,તું પારકી પંચાત કરીશ નહિ કે જગત ને સુધારવાની પંચાત કરીશ નહિ,જગતને કોઈ સુધારી
શક્યું નથી,તું તારી જાતને સુધારજે. જગતને પ્રસન્ન કરવું બહુ કઠણ છે,પરમાત્માને પ્રસન્ન કરવા તેટલા 
કઠણ નથી.તારું ધન તું ગમે તેને આપજે પણ તારું મન મને (ઈશ્વરને) આપજે. ઈશ્વર જે રીતે મનને સાચવશે 
તેવું બીજું કોઈ સાચવી શકશે નહિ. માટે તું સર્વવ્યાપક નારાયણને શરણે જા.

ઉદ્ધવ મેં તને સર્વ બ્રહ્મજ્ઞાન કહ્યું છે,આ બ્રહ્મજ્ઞાન નું દાન જે બીજાને કરે છે,તેને હું પોતે મારું (ઈશ્વરનું)
સ્વ-રૂપ અર્પણ કરું છું.બોલ,હવે તરે બીજું કંઈ સાંભળવું છે?તારો શોક-મોહ દૂર થયો?
ત્યારે ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરી ને કહે છે કે-મારે હવે વધુ કાંઇ સાંભળવું નથી 
પણ જે સાંભળ્યું છે તેનું મારે મનન કરવું છે.

શ્રીકૃષ્ણે ઉદ્ધવને આજ્ઞા કરી કે-તું અલકનંદાને કિનારે જા,બદ્રીકાશ્રમ જા.
અને ત્યાં ઇન્દ્રિયોનો સંયમ કરી,એકાગ્ર બુદ્ધિ કરી,મેં આપેલા બ્રહ્મજ્ઞાનનું ચિંતન કર.અને
મારામાં (ઈશ્વરમાં) ચિત્તને સ્થાપજે એટલે તું મને પામીશ.
બદ્રીકાશ્રમ યોગભૂમિ છે.ત્યાં પરમાત્મા સાથે યોગ જલ્દી સિદ્ધ થાય છે.

ઉદ્ધવે ફરીથી પ્રાથના કરી કે –તમે મારી સાથે આવો.
ત્યારે ભગવાન કહે છે કે-આ શરીરથી હું તારી સાથે આવી શકીશ નહિ,પણ,ચૈતન્ય-રૂપે,
ક્ષેત્રજ્ઞ-રૂપે હું તારી સાથે જ છું.(તારા આત્મામાં જ છું) હું તારો સાક્ષી છું.માટે તું ચિંતા ના કર.
તું મારું બહુ પ્રેમથી સ્મરણ કરીશ,ધ્યાન કરીશ તે જ સમયે હું તારી સમક્ષ પ્રગટ થઈશ.
બાકી આ માર્ગ એકલાનો જ છે. કોઈ સાથે આવી શકતું નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-88-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-88

ભાગવત રહસ્ય -૪૮૯

$
0
0
જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે,સંસારના સર્વ સંબંધો જુઠ્ઠા છે.તો પણ સ્ત્રીને પુરુષ વગર કે પુરુષને સ્ત્રી વગર,કે બંનેને બાળકો વગર ચેન પડતું નથી.
આના પર એક બહુ સરસ દૃષ્ટાંત છે.એક મહાત્મા કથા કરતા હતા.ગામના શ્રીમંત નગરશેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે,પણ સાંજના ૬ વાગે એટલે તરત કથામાંથી ઉઠીને ચાલ્યો જાય.મહાત્મા રોજ આ જોયા કરે,એક દિવસ તેને પૂછ્યું.

તમે કેમ કથામાંથી રોજ વહેલા ચાલ્યા જાઓ છો? શું તમને કથામાં રસ પડતો નથી?
તે પુત્રે કહ્યું કે-મહારાજ,કથામાં તો રસ પડે છે,પણ હું મારા માતા-પિતાનો એકનો એક પુત્ર છું.
મારી પત્ની પણ મારા માટે પ્રાણ આપે તેવી છે.મને ઘેર પહોંચતા જરા પણ મોડું થાય તો,
બધાને ચિંતા થાય છે અને મને શોધવા નીકળે છે,તમારે તો આગળ પાછળ કોઈ નહિ એટલે 
તમને સંસારીઓ પ્રેમની શું ખબર પડે? બાકી મારા પર ઘરવાળાઓનો અધિક પ્રેમ છે.

મહાત્મા એ કહ્યું કે-આપણે તારા ઘરવાળાઓના પ્રેમની પરીક્ષા કરીએ,હું તને એક જડીબુટ્ટી આપું છું 
તે તું ખાજે,તે લેવાથી શરીરમાં ખૂબ ગરમી આવશે અને તાવ જેવું લાગશે,તે તું ઘેર લઈને લેજે.
હું તારી દવા કરવા આવીશ.પણ જે બને તે જોયા કરજે.

નગરશેઠના પુત્રે ઘેર જઈ જડીબુટ્ટી લીધી,શરીરમાં ખૂબ ગરમી વધી,ખૂબ તાવ આવ્યો.
તેના માતાપિતાને પત્ની ચિંતા કરવા લાગ્યા,મોટા ડોક્ટરો ને બોલાવ્યા પણ તાવ ઉતરતો નથી.
ડોક્ટરોએ કહ્યું કે ચોવીસ કલાક આવો તાવ રહે તો કેસ ભારે છે.સહુ ચિંતા કરે છે,પત્ની કલ્પાંત કરે છે.

તેવામાં પેલા મહાત્મા આવે છે,બધા તેમને  પ્રાર્થના કરે છે.
મહાત્મા કહે છે કે બિમારી ભયંકર છે તમારા કોઈ શત્રુએ તેને કોઈએ મુઠ મારી છે,મારા ગુરૂની કૃપાથી 
હું મુઠ ઉતારી શકું છું,પણ આ મુઠ ઉતર્યા પછી બીજા ઉપર તે મુઠ આવે છે.એક વાડકીમાં પાણી લાવો.

મહાત્માએ તે પાણી નગરશેઠના પુત્ર ઉપર બે-ચાર વાર ફેરવ્યું અને કહ્યું કે –
મંત્ર શક્તિથી આ તાવને હું આ પાણીમાં લાવ્યો છું.આ પાણી કોઈ પી જાય તો 
તમારા પુત્રનો રોગ જાય અને તે સારો થઇ જાય. બધા પૂછે છે કે-આ પાણી પીનારનું શું થાય?
મહાત્મા કહે છે કે-જે તમારા પુત્રનું થવાનું હતું તે તેનું થશે.તેનું અચ્યુતમ-કેશવં –થાય.પણ પુત્ર બચી જશે.

પહેલાં પુત્રની માતા ને પૂછવામાં આવ્યું.માતા કહે છે કે-મને પાણી પીવામાં વાંધો નથી,મારો લાડકવાયો
બચતો હોય તો હું તૈયાર છું,પણ હું પતિવ્રતા છું,મારા મર્યા પછી આ ડોસાનું શું થાય? 
તેની ચાકરી કોણ કરશે? મારા થી પાણી નહિ પીવાય.

પછી પિતાને કહેવામાં આવ્યું.પિતા કહે છે કે-હું મરું તેનું દુઃખ નથી પણ,હું મરું તો આ ડોશીનું શું થાય?
મારા એક દિવસ પણ છૂટી પડી નથી.તે મારા વગર જીવશે નહિ એટલે પાણી બીજા કોઈને પાવ.
પત્ની પતિને બિચારો કહે છે અને પતિ પત્ની ને બિચારી કહે છે.કોણ બિચારું છે તે તો ઈશ્વર જાણે.

મહાત્મા જરા વિનોદી હતા,તે કહે કે બંને અડધું અડધું પાણી પી જાવ,બંનેનો સાથે વરઘોડો નીકળશે.
પણ મરવા કોણ તૈયાર થાય? પછી પત્નીને પૂછવામાં આવ્યું.
પત્ની કહે છે કે-હજુ હું તો બાળક છું,દુનિયા ના મોજ-શોખ હજુ માણ્યા નથી,
આ ડોસીનું (સાસુનું) તો બધું થઇ ગયું છે તેને પાણી પીવડાવો,હું પાણી પીવાની નથી. 

કોઈ પાણી પીવા તૈયાર નથી.
છેવટે બધાએ કહ્યું કે-મહારાજ તમે પાણી પી જાવ,તમારા પાછળ કોઈ રડે તેવું નથી,તમારા પાછળ અમે
દર વર્ષે ભંડારો કરશું (લાડવા ખાશું!!!) મહાત્મા તરત એ પાણી પી ગયા.

પુત્ર પથારીમાં પડ્યો પડ્યો આ બધું નાટક જોતો હતો.તેણે હવે આ સંસારની અસારતા જાણી લીધી
અને ઉભો થઇ ને મહાત્મા સાથે ચાલી નીકળ્યો.તેણે મહાત્માને કહ્યું-કે-
તમે કહ્યું હતું તે સત્ય છે,આ જગતમાં કોઈ કોઈનું નથી,સ્વાર્થ માટે આ સંબંધ જોડવામાં આવે છે.
જીવનો સાચો સંબંધ ઈશ્વર સાથે છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-89-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-89

ભાગવત રહસ્ય -૪૯૦

$
0
0
શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે-તું એવી ભાવના રાખ કે હું તારી સાથે જ છું.
પરમાત્માનું સતત સ્મરણ રહે તે સિદ્ધિ જ છે.પણ ઉદ્ધવને હજુ સાંત્વના મળતી નથી.
તે કહે છે કે ભાવના કોઈ આધાર વગર થતી નથી,મને કોઈ આધાર આપો.
એટલે દ્વારકાનાથે પોતાની ચરણ પાદુકાઓ ઉદ્ધવને આપી.ઉદ્ધવને હવે થયું કે હું એકલો નથી.મારા પરમાત્માની ચરણ-પાદુકા,મારા પરમાત્મા -મારી પાસે જ છે.

ઠાકોરજીને નિત્ય સાથે રાખવાના એટલે પરમાત્માના સાનિધ્ય નો નિત્ય અનુભવ કરવાનો છે.
તુકારામજી એ કહ્યું છે કે-મારા વંશનો નાશ થવાનો હોય તો ભલે થાય,
મને ભોજન ના મળે તો ભલે ના મળે,પણ મારા ઠાકોરજી મારી સાથે નિત્ય રહે.

શહેરોનું સૌન્દર્ય કામ જનક છે,હિમાલયનું સૌન્દર્ય સાત્વિક છે.
ઉદ્ધવજી બદ્રીકાશ્રમ આવ્યા છે,અલકનંદાના કિનારે આવ્યા છે.ગંગાજીમાં સ્નાન કર્યું છે,
પાંડુકેશ્વરમાં ઉદ્ધવજી બેઠા છે.ઉદ્ધવજી કૃતાર્થ થયા છે,ઉદ્ધવજીને સદ્ગતિ મળી છે.

તે પછી એક અધ્યાયમાં યાદવોના સંહારની કથા કહી છે.
શ્રીધર સ્વામીએ શ્રીકૃષ્ણ ચરિત્રનો ઉપસંહાર સુંદર કર્યો છે.
દ્વારકાલીલાની સમાપ્તિ થઇ તે જ વખતે પંઢરપુરમાં પુંડલિક નામનો ભક્ત થયો છે.
પુંડલિકને કૃતાર્થ કરવા દ્વારકાનાથ વિઠ્ઠલનાથ થયા છે. જગતના જીવોનો ઉદ્ધાર કરવા 
દ્વારકાનાથ ઈંટ પર વિઠ્ઠલનાથ સ્વરૂપે વિરાજ્યા છે.

પુંડલિકને માતા-પિતાની સેવા કરવામાં સમય મળતો નહોતો,તેને ઘણીવાર ઈચ્છા થાય કે –
મારે દ્વારકાધીશના દર્શન કરવા છે.પણ તે દ્વારકા જઈ શકતો નહોતો.
અને વિચારે છે કે દ્વારકાધીશ મને અહીં આવીને દર્શન આપે તો સારું.

પુંડલિકની માત-પિતાની ભક્તિથી દ્વારકાધીશ પ્રસન્ન થયા છે અને તેને દર્શન આપવા પંઢરપુર આવે છે.
પુંડલિક માતા-પિતાની સેવામાં મશગૂલ છે,બહાર આવતા નથી,કહે છે મારી ઝૂંપડી બહુ નાની છે,
તેણે ઘરની બહાર ઈંટ ફેંકી અને કહ્યું કે આના ઉપર ઉભા રહો,હું માતા-પિતાની સેવા કરીને આવું છું.
દ્વારકાનાથ ઈંટ પર ઉભા રહ્યા છે,ઉભા ઉભા કેડપર હાથ રાખીને ઉભા છે,રાહ જુએ છે.

કેડ પર હાથ રાખી વિઠ્ઠલનાથ બોધ આપે છે કે-મારા શરણે આવનાર ને માટે સંસાર-સાગર આટલો જ
ઊંડો છે,કેડપૂર પાણીમાં કોઈ ડૂબી શકે નહિ.કરેલા પાપો નું પ્રાયશ્ચિત કરવા મારે શરણે આવો.
તમે મારા ચરણોનો આશ્રય કરશો તો તરી જશો.નહિતર આ સંસાર-સાગરમાં મોટામોટા ડૂબી ગયા છે.

શ્રીકૃષ્ણ ના સેવા-સ્મરણમાં જે તન્મય બને છે તે અનાયાસે સંસાર સાગરને તરી જાય છે.
દ્વારકાનાથ-વિઠ્ઠલનાથ એ સર્વે એક જ છે.અને ભક્તોના હૃદય માં તે વિરાજે છે.

અધ્યાય-૧૧ સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-90-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-90

Shrimad Bhagvat-As It Is-Skandh-10-Full P.D.F.-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-10

ભાગવત રહસ્ય -૪૯૧ (સ્કંધ-૧૨)

$
0
0
આગળનો સ્કંધ -૧૧ એ શ્રીકૃષ્ણ નું જ્ઞાન-સ્વ-રૂપ છે અને આ સ્કંધ-૧૨ એ પ્રેમ-સ્વ-રૂપ છે.જ્ઞાન અને પ્રેમ ,અંતે તો એક જ છે.જેને પરમાત્માનું જ્ઞાન થાય છે તે જ પરમાત્માને પ્રેમ કરી શકે છે.અને તેવી જ રીતે-જેને પરમાત્મા સાથે પ્રેમ થાય છે તેને જ પરમાત્માનું જ્ઞાન મળી શકે છે.જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે-તે પરમાત્માના ચરણમાં-આશ્રયમાં રહે છે,મુક્ત બને છે.સ્કંધ-૧૧ માં મુક્તિ-લીલા છે.મુક્ત જીવો પરમાત્માના આશ્રયમાં રહે છે.એટલે બારમા સ્કંધમાં –આશ્રય-લીલા છે.

પરીક્ષિત પ્રશ્ન કરે છે કે-હવે આ પૃથ્વી પર કોનું રાજ થયું અને કોનું રાજ્ય થશે તે મને બતાવો.
શુકદેવજી કહે છે કે-જરાસંઘના પિતા બૃહદ્રથ ના વંશમાં છેલ્લો રાજા થશે પુરંજય.
તેના મંત્રીનું નામ હશે શુનક.તે પોતાના સ્વામીને મારીને પોતાના પુત્ર પ્રદ્યોતને ગાદી પર બેસાડશે.
તે પછી ભરતખંડ માં નંદ,ચંદ્રગુપ્ત-વગેરે અનેક રાજાઓ થશે.તે પછી અશોક નામનો રાજા રાજ કરશે.
ત્યાર પછી આઠ યવન અને દશ ગોરા રાજાઓ રાજ કરશે.
(ભાગવતમાંની આ ભવિષ્યવાણી જિજ્ઞાસુએ વાંચવા જેવી છે-અહીં સંક્ષિપ્ત કર્યું છે)

જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ વર્ણાશ્રમ છિન્ન-ભિન્ન થશે.     
કળિયુગના લોકો જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યા વગર લગ્ન કરશે તેથી પ્રજા વર્ણશંકર થશે.
કળિયુગના દુષ્ટ રાજાઓ ભારતના ટુકડાઓ કરી ભારત ને છિન્ન ભિન્ન કરી નાખશે.ગાયોનો વધ કરશે.
રાજાઓ રક્ષક નહિ પણ ભક્ષક થશે.

કળિયુગના સન્યાસીઓ મોટા મોટા આશ્રમો,મંદિરો અને બંગલાઓ બનાવશે.બ્રાહ્મણો વેદ-સંધ્યાહીન થશે.
કળિયુગની સ્ત્રી અતિ કામી અને જુઠ્ઠું બોલનારી થશે.પુરુષો સ્ત્રીને વશ (આધીન) રહેશે.
કળિયુગમાં કુટુંબ નું ભરણ પોષણ એ જ ચતુરાઈ ગણાશે.કીર્તિ માટે જ ધર્મનું સેવન કરવામાં આવશે.
(ભાગવતમાં કળિયુગ વિષેનાં જે લક્ષણો બતાવ્યાં છે તે મહદ અંશે સાચાં દેખાય છે.તે જમાનામાં
અસંખ્ય વર્ષો પહેલાં કળિયુગની આગાહી કરનાર માટે માન થયા વિના રહેતું નથી)

શુકદેવજી કહે છે –રાજન,કળિયુગ પુરો થવા આવશે 
એટલે ભગવાન ધર્મનું રક્ષણ કરવા “કલ્કિ” અવતાર ધારણ કરશે.
પૃથ્વી ઉપર અનેક રાજાઓ થઇ ગયા પરંતુ બધા નાશ પામ્યા છે.
તો તે ઉપરથી મનુષ્યે બોધ લઇ સ્વાર્થ માટે કોઈ પ્રાણીનો દ્રોહ ના કરવો.

બારમા સ્કંધમાં કળિયુગના દોષો અને તેનાથી બચવાના ઉપાયો બતાવ્યા છે.
મોટામાં મોટો ઉપાય છે,ભગવાનના “નામ” નું સંકીર્તન.
કળિના દોષ અનેક છે પણ પણ તેનો એક મોટો સદગુણ એ છે કે-તે શ્રીકૃષ્ણ થી ડરે છે.
જે ઘરમાં કૃષ્ણ-કીર્તન થાય ત્યાં કળિ પ્રવેશી શકતો નથી.
આ કલિકાળમાં નામ સંકીર્તન સિવાય બીજું કાંઇ થઇ શકતું નથી.તેના સિવાય 
સંસાર-સાગર તરવાનો બીજો કોઈ ઉપાય નથી. કાળ બહુ બગડ્યો છે,સારો સત્સંગ મળતો નથી.

શુકદેવજી કહે છે-સતયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાથી જે મુક્તિ મળતી,
ત્રેતાયુગમાં મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરવાથી અને
દ્વાપરયુગ માં વિધિપૂર્વક વિષ્ણુની સેવા કરવાથી જે ફળ મળતું,
તે ફળ કળિયુગના નામ સંકીર્તનથી મળે છે.ભગવાનના જપ કરવાથી મળે છે.
મરતી વેળાએ લોકોએ પરમેશ્વરનું ધ્યાન કરવું એટલે પ્રભુ તેને પોતાના સ્વરૂપમાં લઇ જાય છે.
હે રાજન તમે મરવાની તૈયારીમાં છો,તમારા હૃદયમાં કેશવને સ્થાપી દો એટલે પરમ ગતિને પામશો.

      PREVIOUS PAGE
     NEXT PAGE

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-1

ભાગવત રહસ્ય -૪૯૨

$
0
0
શુકદેવજી છેવટે રાજાને અંતિમ ઉપદેશ આપતાં કહે છે કે-હે,રાજન જન્મ અને મરણ એ શરીરના ધર્મ છે.આત્માના નથી.આત્મા અજર અમર છે.ઘડો ફૂટી જતાં તેના અંદર રહેલું ઘટાકાશ,બહારના વ્યાપક મહાકાશ સાથે મળી જાય છે.તેમ મરણ પામતાં જીવ બ્રહ્મરૂપ થાય છે.રાજા આજે છેલ્લો દિવસ છે,તક્ષક નાગને આવવાનો સમય થયો છે.તારા શરીરને તક્ષક કરડશે,તે તારા શરીર ને બાળી શકશે પણ તારા આત્માને બાળી શકશે નહિ.તું શરીરથી જુદો છે.

હવે અંતે તને મહાવાક્યનો ઉપદેશ આપું છું.--અહં બ્રહ્મ પરંધામ બ્રહમાંડ પરમં પદમ.
(હું જ પરમાત્મા રૂપ બ્રહ્મ છું,અને પરમપદ રૂપ જે બ્રહ્મ છે તે પણ હું જ છું,એમ વિચારીને
તારા આત્માને બ્રહ્મ (પરમાત્મા) માં સ્થાપી દે.)
કાળ તક્ષક એ શ્રીકૃષ્ણનો જ અંશ છે.શરીર નાશવંત છે આત્મા અમર છે.
હવે કાંઇ આગળ સાંભળવાની તારી ઈચ્છા છે?સમય તો થયો છે,છતાં તારી ઈચ્છા હોય તો બોલ,
કારણકે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તક્ષક અત્રે આવી શકવાનો નથી.

પરીક્ષિત કહે છે કે-હે ગુરુજી,તમે મને વ્યાપક બ્રહ્મના દર્શન કરાવ્યા છે.મારા શરીરમાં જે પરમાત્મા છે,
તે જ તક્ષકમાં પણ છે.જ્યાં ભેદ છે ત્યાં ભય છે,પણ મારો ભેદ ટળ્યો અને ભય મર્યો છે.હું નિર્ભય છું.

ભાગવત શ્રવણ નાં પાંચ ફળ છે.(૧) નિર્ભયતા (૨) નિસંદેહતા (૩) હૃદયમાં પ્રભુનો પ્રવેશ
(૪) સર્વમાં ભગવદ-દર્શન અને (૫) પરમ પ્રેમ. આ પાંચે ફળો મને પ્રાપ્ત થયા છે.

ભાગવતનો પ્રથમ સ્કંધ સાંભળી મને પરમાત્માના જમણા ચરણનાં દર્શન થયાં.
બીજો સ્કંધ સાંભળી વામ (ડાબા) ચરણના દર્શન થયાં.
ત્રીજો અને ચોથો સ્કંધ સાંભળી પરમાત્મા ના બંને હસ્ત-કમળનાં દર્શન થયા.
પાંચમો અને છટ્ઠો સ્કંધ સાંભળી બે સાથળોના દર્શન થયા.
સાતમો સ્કંધ સાંભળી કટિભાગના દર્શન થયા.
આઠમો-નવમો સ્કંધ સાંભળી પ્રભુના વિશાળ વક્ષસ્થળના દર્શન થયાં.
દશમો સ્કંધ સાંભળી પ્રભુ ના મુખારવિંદના અને બે નયનોનાં દર્શન થયાં.
એકાદશ સ્કંધ સાંભળી મને લાગે છે કે ઠાકોરજી બે હાથ ઉંચા કરીને મને બોલાવે છે.

હવે હું મારા પ્રભુનું ધ્યાન ધરું છું,હું તેમના આશ્રયે છું,મારા પ્રભુ મને સર્વત્ર દેખાય છે.
હવે હું ભગવાન પાસે જવાનો છું,હું કૃતાર્થ થયો,જુઓ તે મને બોલાવી રહ્યા છે.

ગુરુજી,આપે મને પ્રેમ-રસ પીવડાવ્યો છે,મને પવિત્ર બનાવ્યો છે.
મહારાજ આપે કથા નથી કરી,પણ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનાં દર્શન કરાવ્યાં છે.
આખું જગત બ્રહ્મમય છે તેવાં દર્શન આપે કરાવ્યાં છે.
તક્ષક જગતથી ક્યાં જુદો છે?તક્ષક પણ બ્રહ્મરૂપ છે.
આપનાં ચરણ માં હું વારંવાર વંદન કરું છું,આપે મારા પર મહાન કૃપા કરી છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
Viewing all 3594 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>